પ્રીતનો તહેવાર
પ્રીતનો તહેવાર
તારી આહટનાં અણસારથી મોસમ ખીલ્યો છે પુરબહારમાં
ઝાકળના બિંદુઓ એ સામ્રાજ્ય જમાવ્યું છે પર્ણની હારમાં.
તારી અમૂલ્ય પ્રીતનો પગરવ ગુંજે છે તંબૂરના તાર તારમાં,
હું રંગે રંગાણી નખશિખ રંગોના નહિ પણ પ્રીતના તહેવારમાં.
તારા આવવાની અફવા ફેલાવી છે ફૂલોની ખુશ્બુ એ સંસારમાં,
તું અજાણ હોઈશ કદાચ મારી મિલન ઉત્કંઠાથી ક્ષણસારમાં.
તને ક્ષણિક જરૂર ખેંચી લાવશે ઈશ્વર મારી લાગણીના તારમાં,
મૃત્યુ સુધી રાહ જોઈશ હું રંગાયેલી તારી પ્રીતનાં તહેવારમાં.
તને ક્યાં ખબર છે શું રિવાજ હોય વાલમનાં વહેવારમાં,
તારી પ્રીત તો એક સહારો છે ડૂબતી નાવનો મજધારમાં.
ફૂલોનું અભિમાન તોડ્યું તારા શ્વાસની મહેકે ક્ષણવારમાં,
અભિમાન છોડી તું પણ આવીજા રંગાવા પ્રીતનાં તહેવારમાં.

