પ્રેમપત્રનો જવાબ આપ
પ્રેમપત્રનો જવાબ આપ
મળ્યા હતાં આંખોના ગમતાં તાર
જીવન એ પછી મધૂર બનતું ગયું,
પ્રભુની કૃપા રહી મુજ પર અપાર
એ પછી લાગણીનો પ્રવાહ વહેતો,
ચૂક્યો નથી સમીપ આવવાનું કદી
પ્રેમનો અહેસાસ વધતો જ જાય,
હૈયું ધબકતું તુજ નામથી, ચહેરાથી
મારકણી આંખોએ કર્યો બેહાલ ને,
જોડતો લાગણીનો સેતુ રોજે રોજ
એ પછી સંવેદનાઓ પાંગરતી રહી,
મોકલું છું કવિતા સ્વરુપે આ પ્રેમપત્ર
લાગણી ને સમજો તો જવાબ આપ.

