પ્રેમમાં છું
પ્રેમમાં છું
અત્યંત નજીકથી અનુભવાતા શ્વાસોના પ્રેમમાં છું હું,
લાગણીઓ થી ભરપૂર જીવતા માણસોના પ્રેમમાં છું હું;
ચોક્કસ સમયે શણગારીને બોલાતા શબ્દોના પ્રેમમાં છું હું,
ધારદાર અવાજ ધરાવતા કેટલાંક નિ:શબ્દોના પ્રેમમાં છું હું;
મન તરબતર કરતી માધવની વાંસળી ના પ્રેમમાં છું હું,
પ્રગટાવી શકે હજારો દિવા,એવી દિવાસળીના પ્રેમમાં છું હું;
કુદરતને ચાહતા રહેવાની મારી આદત ના પ્રેમમાં છું હું,
નિર્દોષ ભાવે થતી આ રીતે ઇશ્વરની ઇબાદતના પ્રેમમાં છું હું!!!

