પ્રેમ
પ્રેમ
દુઃખ જેને મન સ્મિત જેવું હોય છે,
એને સઘળું જીત જેવું હોય છે,
દોસ્ત સઘળા થાય દુશ્મન જેમના,
અરિમાં જેને હિત જેવું હોય છે,
એકતરફી પ્રેમ ના કરશો કદી,
પ્રેમમાં પણ રીત જેવું હોય છે,
બાહ્ય દુનિયા તો બધી જાણી ગયા,
કેમ ભીતર ભીંત જેવું હોય છે,
દોસ્ત એવો રાખવો હરદમ અહીં,
રણમાં જેને શીત જેવું હોય છે.