પ્રેમ આજ અને કાલ
પ્રેમ આજ અને કાલ
પ્રેમમાં ભગવા પે'રી કોઈ જોગણ બનતી નથી,
ખીમરાની પાછળ હવે લોડણ મરતી નથી,
દીધેલ વચન બધા ભૂલી ગઈ છે, ઓઢાના,
પુકારે હવે હોથલ પાંછી વળતી નથી,
ચાર ઘળી નોં પ્રેમ નઈ એંકદી, નો સાથ,
દેંગણશી ભેગી લાંખી ચિંતા ચળતી નથી,
સમસ્યા રહી પૂછવાની લખેલ ઘણી બાકી,
હવે સોન હલામણ ને સવાલ પૂછતી નથી,
મેળીયે ચોપાટ પાથરી ને ઘણી બેઠી છે, પણ,
ભૂત માંગળાને વરે એવી પદમાં મળતી નથી,
પ્રેમમાં ભૂલી બેઠો રાજા એની રજત ને,
તોય પીંગળા ભરથરીનો પ્રેમ સમજતી નથી,
રાધાકૃષ્ણનાં પ્રેમની વાંતુ તો કરે છે, પણ,
આજની રાધા પ્રીતમાં ધીરજ ધરતી નથી,
આજનો પ્રેમ તો ચાર ઘળીનો છે,"ભરત"
મન મળતાં ને મન ભરાતા વાર લાગતી નથી.
