ફૂલની જેમ કરમાઈ જાશું
ફૂલની જેમ કરમાઈ જાશું


વિચારોની આંધીમા વિખરાઈ જાશું,
વિખુટા પડી સાવ બદલાઈ જાશું.
હશે મન મહીં જ્યારે વિકૃત વિચારો,
અમે થોડા દિવસોમાં ગંધાઈ જાશું.
કરીશું અમે કાળ સાથે છબકલા,
પછી માઁનાં ખોળામાં સંતાઈ જાશું.
સગાઈ છે લોહીની એવી અનેરી,
ભલા ડાંગ મારે ક્યા ફંટાઈ જાશું ?
બધે પાથરીશું મહેક જીંદગીની,
ભલે ફૂલની જેમ કરમાઈ જાશું.
સદા માટે જીવતાં રહે શેર અમારા
અમે એક બે ક્ષણમાં વિસરાઇ જાશું.