STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

પડે

પડે

1 min
239

મુશ્કેલ છે વરસાદમાં કોરું રહી જાવું પડે,

ભીંજાય મનને ભેજને ભીતર ભરી ગાવું પડે,


હા ! યાદ હંમેશા રહે છે ખાતરી આપું તને ?

એ આટલું બોલી ફરી જાશે ને મૂંઝાવું પડે,


સ્પર્શી નથી આ લાગણી મારી કદી પણ એમને,

ભીંના નયન કોરા કરી સાથીથી છુપાવું પડે,


હેરાન છું દ્વારે ટકોરા મારતાં ભાગી જશે,

છુપાઈને જોયાં કરી સઘળી રમત, આ'વું પડે,


કાયમ અહીં પડદો કરી બોલાવશે શું કામ એ ?

સમજણ અહીં ખૂટી પડી કે આજ રિસાવું પડે,


હૈયું સતત રડતું હતું વિષાદ ત્યાં ઘેરી વળ્યો,

ત્યાં મન વગર પણ જીવવા માટે કદી ખાવું પડે,


સંવેદનાનો વ્યાપ વધતો જાય ને હરખાય મન,

વ્હાલા પછી તો વ્હાલમાં તરબોળ થઈ ન્હાવું પડે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance