STORYMIRROR

Kiran piyush shah "kajal"

Inspirational

4  

Kiran piyush shah "kajal"

Inspirational

પછી

પછી

1 min
445

ઓથ મળશે આશ સેવી કાયમી તોયે પછી, 

આપ ટેકો એમ ઈશ્વર માંગવું સાચે નથી. 


હાથ જોડી થાય આગળ બે કદમ ત્યાં એકલાં

આળ મૂક્યું સાબિતી આપી શકે આવી અહીં ?


જે અતળ છે એજ તારે માપવાની જીદ ત્યાં,

કેમ સમજાવું તને મુશ્કેલ છે, સમજણ પડી ?


એક ઠોકર વાગતાં તો લડખડાતી ચાલ ને,

છે સહારો ત્યાં કવિતાનો ઉભો કરશે ફરી.


હાથમાંથી તક જશે પણ ભાલ પરથી જાય ક્યાં ? 

છીનવાઈ જાય કિસ્મત એવું થાશે તો નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Inspirational