પાગલ
પાગલ


પાગલ થયા વિના ઈશ્વર પણ મળતો નથી.
પાગલ થયા વિના ચોરાસી ફેરો ટળતો નથી.
બહુ અઘરું પરમેશને પરણી જવાનું સાવ,
એની કૃપા વિના અહંકાર કદી ગળતો નથી.
અસ્તિત્વ આપણું એનામાં વિલિન કરવાનું,
જ્યાં સુધી જીવ રંગલાખવત્ ભળતો નથી.
માયાના આવરણ ભેદીને એકાકાર બનવું,
છે પૂરેપૂરો પ્રમાણિક કોઈનેય છળતો નથી.
જેટલું ત્યાગે જીવ એટલું એ પણ ત્યાગતો,
ભૂલ દેખી ભક્તની કદીએ ઊકળતો નથી.