STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

ઓ પ્રભુ મારું જીવન

ઓ પ્રભુ મારું જીવન

1 min
580


ઓ પ્રભુ મારું જીવન 

તારું દિવ્ય અર્ઘ્ય બની રહો.

રામ તું છે, રહીમ તું છે,

કૃષ્ણ તું છે ઈસા મસીહ,

તું પરમ પરબ્રહ્મ તત્વ, 

સાર સર્વ પુરાણ તું... ઓ પ્રભુ.

રહેજે સદા વિચાર વાણી, વર્તને અવ હર ઘડી

અંતરે પ્રતિબિંબ તારું, 

દિવ્ય તેજે ઝળહળો... ઓ પ્રભુ.

હે કૃપાના સિંધુ તેં કરુણા કરીને કૃમળ કર્યા

સર્વની રુચિ એ ભણી, 

તેં એક રુચિએ કર્યા... ઓ પ્રભુ.

ઉરે સદા તવ સ્નેહભીની મંજરી મહેકી રહો,

પૂર્ણ પ્રાપ્તિની સભરતામાં 

શેષ જીવન આ વહો... ઓ પ્રભુ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics