STORYMIRROR

Gamit Bharat

Inspirational

4  

Gamit Bharat

Inspirational

નારી

નારી

1 min
292

 નારી તું કદી ન હારી,

નારી તું છે નારાયણી,

મમતાના રુપમાં તું છે જીજાબાઈ, 

યુદ્ધના મેદાનમાં તું છે લક્ષ્મીબાઈ. 


નારી તારી અવર્ણનીય છે કાયા, 

સંસારની સૌથી સુંદર તું છે માયા,

ઈરાદા છે જેના નેક, 

નારી તારા રુપ છે અનેક. 


રાધા જેવો અમર છે પ્રેમ તારો, 

મા કાલીકા જેવો ગુસ્સો છે તારો,

જેના વિના જીવન નિરાધાર છે, 

પુરુષના જીવનનો આધાર તું છે. 


કવિની સૌથી સુંદર કલ્પના છે નારી, 

શાયરની શાયરી છે નારી,

હૈયામાં હેત અને ચહેરા પર સ્મિત, 

તકલીફ ક્યાં ? ઓછી, છતાં અનોખી તારી રીત. 


બ્રહ્માંડનો નાથ પણ તરસે છે,

એવો અનાધાર પ્રેમ તારો વરસે છે,

યુગે યુગે છે તારો મહિમા, 

છતાં કળયુગમાં અનેક દુઃખ સહન કરે મા. 


નારી તું છે દુર્ગા અને કલ્યાણી, 

તું છે રણચંડી છતાં સ્નેહ ભરેલી તારી વાણી,

નારી તું કદી ન હારી, 

નારી તું છે નારાયણી. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational