STORYMIRROR

Gamit Bharat

Others

3  

Gamit Bharat

Others

કુદરત

કુદરત

1 min
190

કુદરત તારી કરામત પણ ગજબ છે, 

તારું એક- એક સર્જન લાજવાબ છે,


કુદરત તારી કૃપા અપરંપાર છે, 

અમારી માંગણીઓ અપાર છે, 


કુદરત તારુ વર્ણન કરતાં શબ્દો ખૂટે છે, 

મારો પરિચય આપતા પરસેવો છૂટે છે, 


કુદરત તારો પ્રેમ અનંતકાળ સુધી છે, 

મારો ફક્ત જીવનકાળ સુધી છે, 


કુદરત તારા હોવાનો અહેસાસ દરેક ક્ષણ છે, 

તેં આપેલી દરેક ક્ષણ એ અનમોલ ક્ષણ છે, 


કોણ કહે છે કે કુદરત નથી, 

કુદરત છે તો હું છું, નહિતર હું એ ક્યાંય નથી, 


કુદરત તારા થકી આ પરિવાર મળ્યો, 

મને એક નવો જન્મ મળ્યો, 


કુદરત સદાકાળ તારી કરામત રહે, 

મારો પરિવાર હંમેશા સલામત રહે.


Rate this content
Log in