STORYMIRROR

Gamit Bharat

Others

3  

Gamit Bharat

Others

શીર્ષક-પ્રેમિકા

શીર્ષક-પ્રેમિકા

1 min
144

મારા હ્રદયના ઝરૂખામાં

એક રૂપની રાણી રહેતી હતી,               

હા,રૂપની રાણી રહેતી હતી. 


એના હાથના કોમળ સ્પર્શથી, 

એની નાજુક નમણી અદાઓથી,

મારું જીવન ફૂલની જેમ મહેકતું હતું. 


એની આંખોમાં સપના હતાં, 

એનું સ્મિત મને ગમતું હતું, 

એને મૃત્યુની બીક હતી, 

એને જીવન સાથે પ્રીત હતી. 


મેં એક સ્વપ્નું સજાવ્યું હતું, 

મારા પ્રેમની એ મુરત હતી, 

મારા હૃદયના દરેક ધબકારમાં એનું નામ હતું. 


એની ચાલ હરણી જેવી હતી, 

એના અંગ-અંગમાં સુગંધ હતી, 

કોઈક દિવસ સામે મળે ત્યારે, 

બહું પ્રેમભર્યું હસતી હતી. 


એના જીવનમાં ઉમંગ હતો, 

એનું યૌવન પણ ખીલતું હતું, 

એના પ્રેમને પામવા હર કોઈ તૈયાર હતું. 


વર્ષો બાદ ! પણ હ્રદયના ઝરૂખામાં, 

એ જ રૂપની રાણી રહેતી હતી, 

હવે ક્યારે મળશે ? એ ખબર નથીને, 

નથી સરનામું એનું મારી પાસે ને, 

મારું ફુલ જેવું!જીવન કરમાઇ છે. 


આખરી શ્વાસ છુટે એ પહેલા ?

મારે એક વાર એને મળવું છે.

બહું યાદ એની મને આવે છે, 

મારું હૃદય બહું તડપે છે.


Rate this content
Log in