STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

ના ફિકર મને

ના ફિકર મને

1 min
198

કર્મ કરવાનો અધિકારી છું, 

ના ફળની કશી ફિકર મને,

હું મનુજ રુપે અવતારી છું,

ના ફળની કશી ફિકર મને.


કર્મપથ મારો હું જાતે સંવારું,

ને પછી ડગલાં ભરનારો,

ૠષિકુળ તણો સંસ્કારી છું,

ના ફળની કશી ફિકર મને.


હિમાલય સમો અડગ,

ને અચળ છું મારા લક્ષ્યમાં હું, 

છોને ભલેને સંસારી છું,

ના ફળની કશી ફિકર મને.


વિટંબણાઓ છોને લાખ,

આવનારી અંતરાય બનીને,

આતમ હું અલગારી છું, 

ના ફળની કશી ફિકર મને.


લડું, ઝઝૂમું ધરી દ્રઢ મનોબળ,

લક્ષ્યવેધ કરીને જંપુ,

અવરોધોને હું ચિનગારી છું,

ના ફળની કશી ફિકર મને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational