STORYMIRROR

Chirag Padhya

Classics Inspirational

3  

Chirag Padhya

Classics Inspirational

ના ગમે મને

ના ગમે મને

1 min
13.3K



ચાલુ હું સદા મારા જ બનાવેલા રસ્તાઓ પર,

બીજાના રસ્તે ચાલુ હું! ના ગમે મને,


મારી જિંદગી છે, જીવીશ મારા નિયમો મુજબ,

બીજાના નિયમો પાળુ હું! ના ગમે મને,


બદલ્યો સ્વભાવ, તેવર તો આજે પણ એજ છે,

બીજાના તેવરને ગાંઠું હું! ના ગમે મને,


હિંમતનો રોટલો ચાલે પોલશનના પકવાન નહીં,

બીજાના પગ પંપાળુ હું! ના ગમે મને,


વેંત નમો તો હાથ નમું, અક્કડની તો ઐસીતૈસી,

બીજાની અક્કડ સાંખુ હું! ના ગમે મને,


નિ:સ્વાર્થ પ્રેમની સરિતા વહાવતો જઈશ માર્ગ પર,

બીજાની મોજને માણું હું! ના ગમે મને,


'ચિરાગ' છું પણ ના કરું દરકાર કદી આંધીઓની,

બીજાની આંધીમાં બુઝાઉ હું! ના ગમે મને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics