STORYMIRROR

Shaurya Parmar

Classics Inspirational

4  

Shaurya Parmar

Classics Inspirational

ના બને

ના બને

1 min
681



જીંદગી ફકત રૂપિયાની સફર ના બને, 

તેમાં ફકત પૈસા જ દિલબર ના બને,


ઘણું છે જીવવા જેવું અહીંયા પણ, 

ફકત કોઈ પૈસાથી પગભર ના બને,


મિત્રતા જીવવા ને માણવાં જેવી ખરી, 

નવ રત્નો વગર કોઈ અકબર ના બને,


પ્રેમ તો ગુરુ અને શિષ્યનો પણ ખરો જ,

કેલેસ્થીનીસ વગર કોઈ સિકંદર ના બને,


પરમાત્માની પણ પરવાનગી હોવી જોઈએ, 

આ જગમાં કોઈ એમનેમ પયગંબર ના બને,


મળેલ પ્રેમ કુદરતનો ના ભૂલીએ કદીએ, 

બાકી પિંજરમાં હૈયા કેરો સમંદર ના બને.




Rate this content
Log in

Similar gujarati poem from Classics