STORYMIRROR

પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Romance

4  

પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Romance

મુસાફર

મુસાફર

1 min
561

ક્યાંક રસ્તો શોધવા નીકળ્યા હોય,

એમાં મંઝિલ મળી જાય તો સારું,


જિંદગીની આમ કાંટાડી રાહ પર,

નાની પગદંડ મળી જાય તો સારું,


એકલાજ ચાલ્યા છીએ ડગર પર,

કોઈ અન્જાન રાહી મળે તો સારું,


આશ છે હવે અંબરને આંબવાંની,

ખાલી પાંખો મળી જાય તો સારું,


આજ નીર કેરી મીઠાશો માણવી!

પેલી ચંચળ સરિતા મળે તો સારું,


આમ પુષ્પોની શોધમાં છે 'પ્રિતમ'

પણ પંખૂડી મળી જાય તોય સારું,


નિઃશબ્દ બની આમ શબ્દો ને શોધું,

ને મારી કવિતા મળી જાય તો સારું.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More gujarati poem from પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Similar gujarati poem from Romance