Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Inspirational

3  

પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Inspirational

નાથ, ક્યાંય નથી તુ

નાથ, ક્યાંય નથી તુ

1 min
325

જગત ખૂંદી વળ્યો છું નાથ ! હવે ક્યાંય નથી તું,

ખોળ્યા મંદીર-મસ્જિદ, ખોળ્યા પાદર ના ખેત !

ખોળ્યો નદીઓના નીરમાં, ખોળ્યો પહાડી ખીણે,

નથી દીઠો મનેં તું મૂરતમાં નાથ ! ક્યાંય નથી તું,

શોધવા ગયો પ્રભાત આરતીએ તુને !ના દીઠો તું,

બેઠો છું હારી સંધ્યા આરતીએ પણ ના દીઠો તું,

સાંભળ્યું અપાર મનુષ્ય મુખે, મેં તારુ ગુણગાન !

એમાનું કશું મેં ભાળ્યું નથી, નાથ ક્યાંય નથી તું,

મિથ્યા મનુષ્ય ફર્યા કરે, તારા મિથ્યાએ વ્હેમમાં !

મળ્યો છે અવતાર એક ! તો જીવીલોને ગેલમાં !

સાંભળી વાતો લોક મુખે લાખ જે નથી હયાત,

છે પત્થરની મૂરતો ખાલી, નથી અહીં કોઈ નાથ,

'પ્રિત્તમ'સમજ્યો એક વાત, નથી જગતમાં નાથ,

માનવતા સત્ય ધર્મ છે, માનવતા જ સાચો નાથ. 

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational