મુલાકાત તો દરરોજ થાય છે
મુલાકાત તો દરરોજ થાય છે
મુલાકાત તો દરરોજ થાય છે,
તું નજરથી દૂર છે, દિલથી નહીં..
વાત તો દરરોજ થાય છે,
તું શબ્દોથી દૂર છે, મનથી નહીં..
પ્રેમ તો દરરોજ થાય છે,
તું શરીરથી દૂર છે, આત્માથી નહીં..
વિશ્વાસ તો દરરોજ થાય છે,
તું જિંદગીથી દૂર છે, શ્વાસથી નહીં.

