'મોરલી' વ્હાલી કે 'રાધા'
'મોરલી' વ્હાલી કે 'રાધા'


અર્જુને પૂછ્યું ક્રિષ્નાને કે તમને 'મોરલી' વ્હાલી કે 'રાધા' ?
ક્રિષ્નાએ કહ્યું...
મોરલી મારો રાગ છે, તો રાધા મારો સાદ છે..
મોરલી મારી સાથી છે, તો રાધા મારી રાણી છે..
મોરલી મારો સૂર છે, તો રાધા મારું રુપ છે..
મોરલી મારો છાંયો છે, તો રાધા મારી પડછાયો છે..
મોરલી મારો હક છે, તો રાધા મારો અધિકાર છે..
જેમ મોરલી વિના 'કાન્હ' અધૂરો, તેમ રાધા વિના 'શ્યામ' અધૂરો..
એટલે મોરલી કરતાં મને રાધા વ્હાલી છે..
કારણ.., મોરલી હું છું, જ્યારે રાધા મારો પ્રેમ છે...
હું જો મોરલી ને તરછોડીશ તો મને દુ:ખ થશે..,
પણ રાધાને તરછોડીશ તો જગ ને દુ:ખ થશે..,
માટે ગોકુળ છોડ્યા પછી "કાન્હે" મોરલી નથી વગાડી.,
કારણ ફરી ક્યાંય "શ્યામ" ને.."રાધા" નથી મળી.