Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nainsi Parmar

Romance Others

3  

Nainsi Parmar

Romance Others

મને તો તું ખૂબ જ ગમે છે

મને તો તું ખૂબ જ ગમે છે

1 min
263


મને તો તું ખૂબ જ ગમે છે...

તારી સાથે ખોવાઈ જવું મને ખૂબ જ ગમે છે,


તારી સાથે મને વાતો કરવી ખૂબ જ ગમે છે

તારા માટે સંઘર્ષ કરવો મને ખૂબ જ ગમે છે,


તને મળવા માટે તારી રાહ જોવી મને ખૂબ જ ગમે છે

તને મળ્યા પછી તને સરપ્રાઈઝ આપવી મને ખૂબ જ ગમે છે,


તારા માટે તૈયાર થવું મને ખૂબ જ ગમે છે

તારી લીલીછમ લાગણીઓ મને ખૂબ જ ગમે છે,


તારો પાણી જેવો શીતળ સ્વભાવ મને ખૂબ જ ગમે છે

તારા ખીલેલા રહેતા દિલના બગીચામાં રહેવું મને ખૂબ જ ગમે છે,


મોગરાના ફૂલોની મધમધતી ખુશ્બૂની જેમ મહેકતો તારો પ્રેમ મને ખૂબ જ ગમે છે,

તારો તીખો, ખારો, ખાટો, મીઠો સ્વભાવ મને ખૂબ જ ગમે છે,


ચિનગારીની જેમ થોડી પલ માટેનો તારો ગુસ્સો મને ખૂબ ગમે છે,

તું રિસાય જાયને પછી હું મનાવું એ મને ખૂબ ગમે છે,


તું જેવો છે એવો જ મને ખૂબ ગમે છે

તારા ન હોવાની કલ્પના પણ મને મૃત્યુનો ભેટો કરાવે છે,


પણ તું ઉદાસ થઈને કઈ જ ન બોલે એ મને બિલકુલ નથી ગમતું...કેમ કે

તું મને ખૂબ ખૂબ અને ખૂબ જ ગમે છે.


Rate this content
Log in