STORYMIRROR

Nainsi Parmar

Inspirational Others

4  

Nainsi Parmar

Inspirational Others

જન્નત છે જિંદગી

જન્નત છે જિંદગી

1 min
254

આમ જુઓ તો ઈન્દ્રધનુષની જેમ સપ્તરંગી છે જિંદગી

આછા ઘાટા બધા જ રંગોથી ભરેલી છે આ જિંદગી,


કયારેક હસાવે છે જિંદગી, ક્યારેક રડાવે છે જિંદગી

કયારેક હર્ષ - શોક અને સુખ - દુઃખમાં રમાડે છે જિંદગી,


ક્યાંક મન ભરી ભરીને જીવે છે જિંદગી

ક્યાંક મન મૂકી મરી મરીને જીવે છે જિંદગી,


ક્યાંક ચડે છે જિંદગી, ક્યાંક પડે છે જિંદગી

ક્યાંક શોકમાં ડૂબી મરે છે જિંદગી,


ક્યાંક મૂરઝાયેલું વેરાન રણ છે જિંદગી

ક્યાંક ખીલેલું સુગંધિત ઉપવન છે જિંદગી,


જુદા જુદા મનમાં જુદી જુદી છે જિંદગી

સ્થિતપ્રજ્ઞ થઈ જીવે તેની છે આ જિંદગી,


નથી મૃત્યુ કે નથી નર્ક આ જિંદગી 

પણ જો જીવતા આવડે તો જન્નત છે જિંદગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational