STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

મને તો પ્રેમી પૂર્ણ બનાવો

મને તો પ્રેમી પૂર્ણ બનાવો

1 min
446


મને તો પ્રેમી પૂર્ણ બનાવો, તમારો સાચો ભક્ત બનાવો.

તમારા જ રસસૂર હૃદયની વીણા ઉપર જગાવો,

મસ્ત કરી દો એના રસમાં, બીજું બધું ફગાવો… મને તો.


બધી મલિનતા મારા દિલની કરતાં કૃપા જલાવો,

પવિત્ર કરતાં ઉરને શાસન એની ઉપર ચલાવો… મને તો.


વિકાર ઊર્મિ વિચાર સર્વે પ્રેમે સભર બનાવો,

જીવન સારું તમારી કને કરી પ્રવાહ વહાવો…મને તો.


દુર્ગંધ બધી દૂર કરીને પરિમલને પ્રકટાવો,

સુંદર ફૂલ કરી પૂજાનું અક્ષયધામ અપાવો… મને તો.


અનેક પ્રેમી થયા તમારા, તે સૌનેય સુહાવો,

આજ અરજ અંતરની સુણજો, કરુણાગાર કહાવો…મને તો.


- શ્રી યોગેશ્વરજી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics