મને ખબર છે
મને ખબર છે


તારે મારી કશી જરુરત નથી એની મને ખબર છે,
તોયે તું કૈં જલકમલવત્ નથી એની મને ખબર છે,
તારે ભલા શું પડી એક અદના આદમીની દશાની,
કર્મોને કાપવાની કરવત નથી એની મને ખબર છે,
તારાં તો સ્તુતિ સ્તવનોને પૂજાપાઠ કરનારા ઝાઝા,
મારા જેવાની યાદ તરત નથી એની મને ખબર છે,
રાહ જોવડાવવાની રીત તારી નથી પસંદ મને જરા,
કમ્પ્યૂટરના યુગમાં કોઈ શરત નથી એની મને ખબર છે,
છતાંય જનમાનસે તારી હાજરી ભાસતી સદાકાળ,
આ નાની સૂની કૈં મિલકત નથી એની મને ખબર છે.