STORYMIRROR

Hiren Dulera

Romance Others

3  

Hiren Dulera

Romance Others

મને આટલું પણ ના મળે !

મને આટલું પણ ના મળે !

1 min
27.9K


શુ એવું ના બને!!

કે,..

"કર્મ હું કરું

અને

ફળ તને મળે,"

"ફુલ તને મળે

ને

કાંટા મને મળે",

"સુખ બધું જ તને મળે

ખુશી બધી જ તને મળે"

શુ એવું ના બને,?

"નિરંતર હું ચાલુ ને

મંજિલ તને મળે,"

"સુખ સમૃદ્ધિ તને મળે

ને એનું કષ્ટ મને મળે",

"પ્રકાશ તને મળે

ને અંધકાર મને મળે",

શુ એવું ના બને !

'તારા માટે જ તો કરું છું આ

તારા માટે જ તો કરી રહ્યો છું'

કે

"શ્વાસ બધા જ મારા તને મળે..

શુ મને તારા ઉચ્છવાસ પણ ના મળે,

"જીવન મા બધી જ મીઠાશ તને મળે

મને થોડી કડવાશ પણ તારી ના મળે,"

'સફળતા બધી જ તને મળે,

ભલે મને નિષ્ફળતા મળે',

"....જિંદગી મા બધા જ સારા પળ તને મળે,

માર સપના ઓ પણ તને મળે,......

બધું જ તને મળે,,,,"

બદલામાં,

"મને શું બે ઘડી પણ તારો સાથ ના મળે ?"

"સારો સથવારો તને મળે....

શુ મને એકલતા પણ ના મળે !"

"બધો જ નફો તને મળે,

શુ થોડી ખોટ પણ મને ના મળે !"

"હકારાત્મકતા બધી જ તને મળે,

શુ મને

થોડી નકારાત્મકતા પણ તારી ના મળે ?"

"દરિયો આખો જ તને મળે...,

શુ મને એક ટીપું પણ ના મળે !"

"શરૂઆત તને મળે

અંત મને મળે,

જીવન તને મળે

શુ મને મોત પણ ના મળે ?"

'ઘણું જ ઓછું માંગી રહ્યો છું હું,

આટલું બધું આપ્યુ,

આટ આટલું આપ્યુ,

તો પણ

શુ મને બદલા મા કાંઈ ના મળે ?"


Rate this content
Log in

Similar gujarati poem from Romance