મંદબુદ્ધિ.
મંદબુદ્ધિ.
એ છે મંદબુદ્ધિ જે માત્ર પોતાનુંજ વિચારે,
એ છે મંદબુદ્ધિ જે ગઈ ગુજરી પણ સંભારે.
સતત પ્રશંસામાં રહે ફૂલ્યો ફાલ્યો સદાકાળ,
એ છે મંદબુદ્ધિ જે ભૂલ પોતાની ન ગણકારે.
વાતવાતમાં વદે વૈખરીને ઝઘડાને નોતરું દેતો,
એ છે મંદબુદ્ધિ સામેથી જે કજિયાને આવકારે.
ના જાળવે માનમર્યાદા વડિલોની સુધ્ધાએ જે,
એ છે મંદબુદ્ધિ પોતાના તજી પારકાંને સત્કારે.
ઉપકાર છે અગણિત હરિના માનવદેહ દીધો,
એ છે મંદબુદ્ધિ કે જે એવા હરિનેય વિસારે.