મળે
મળે
થઈ જાય જીવન ધન્ય જો તારી નજર મળે.
થઈ જાય જીવન ધન્ય જો તારી અસર મળે,
ભવોભવની ઝંખના મારી તને પામવાની રહી,
થઈ જાય જીવન ધન્ય જો તારી કદર મળે.
છું આશાવાદી છોને મળતી નાકામિયાબી મને,
થઈ જાય જીવન ધન્ય જો ચાહત જબ્બર મળે.
તું જ સાથીને તું જ સંગી તું જ મારો સુકાની,
થઈ જાય જીવન ધન્ય જો શિરે તુજ કર મળે.
નયન પણ બની ચાતકી હરિવર તડપી રહ્યાં,
થઈ જાય જીવન ધન્ય જો મને સબર મળે.
ભટકી ભટકીને થાકી ગયો છું હું ચોરાસીને,
થઈ જાય જીવન ધન્ય જો તારું મને ઘર મળે.
