મજદૂર છું
મજદૂર છું
કિસાન છું મજદૂર છું,
ઇન્સાન હું જરૂર છું.
બેનુર છું મુજ મલકમાં,
પણ મુલકનું નુર હું.
હું નથી હિંદુ મુસલમાં,
હું ફ્કત મજદૂર છું.
ઇન્સાન થઈ જન્મી શકું,
એ ચાહ પર મગરૂર છું.
પક્ષ જાતિવાદની કોઈ,
ઉલફતો મારી નથી.
મહેનત તણી રોટી ઝુંટવતી,
વાત કોઈ સારી નથી.
વાદો વધ્યા વિખવાદના,
બકવાદથી રહું દુર હું.
સંવાદથી જન્મી શકું,
એ વાત પર મગરૂર છું.