મીરાંબાઈ પાછા ઘેર જાઓ
મીરાંબાઈ પાછા ઘેર જાઓ
તમે મારાં મનનાં માનેલા શાલિગ્રામ,
મીરાંબાઈ પાછા ઘેર જાઓ.
હે મીરાંબાઈ તમે રાજાની છો કુંવરી,
અને રોહિદાસ જાતિનો છે ચમાર… મીરાંબાઈ પાછા
મીરાંબાઈ, નગરનાં લોક તમારી નિંદા કરે,
રાણોજી દેશે અમને આળ… મીરાંબાઈ પાછાં
મીરાંબાઈ, મેવાડનાં લોકો તમારી નિંદા કરશે
એ પાપીને પૂજશે માની ભગવાન... મીરાંબાઈ પાછાં
રામાનંદ ચરણે રોહિદાસ બોલિયાં,
મીરાં તમે હેતે ભજો ભગવાન… મીરાંબાઈ પાછાં
- સંત રોહિદાસ (સંત રૈદાસ)
