મહત્વ પર્યાવરણનું
મહત્વ પર્યાવરણનું
ધરતી પણ કેવી પરેશાન,
વધુ ગરમી ને માનવ પરેશાન,
વંટોળ, કરા ને પડે વરસાદ,
કસમયે કરે કેવો હાહાકાર,
ઋતુઓનું ચક્ર બદલાય,
પર્યાવરણનું બેલેન્સ જોખમાયું,
ધરતી પણ કેવી પરેશાન,
વધુ ગરમી,ને માનવ પરેશાન,
તબક્કો વિકાસનો એવો આવ્યો,
જંગલ કાપી શહેર બનાવ્યું,
નાના નાના ગામડાને પણ,
નગરમાં જુઓ કેવું સમાવાયુ,
આધુનિક બનવા પાછળ,
માનવે પોલ્યુશન વધાર્યું,
ધરતી પણ કેવી પરેશાન,
વધુ ગરમી, ને માનવ પરેશાન,
વડલો પીપળો લીમડો સંતાયો,
બોન્સાઈનો કેવો જમાનો આવ્યો,
પુરાની રીતો હતી કેવી સુંદર,
વારતહેવારે વૃક્ષો લાગે સુંદર,
ગામ પાદરે પૂજા થાતી,
ઘર ઘર તુલસી પૂજાતી,
ધરતી પણ કેવી પરેશાન,
વધુ ગરમી, ને માનવ પરેશાન,
આંબલી પીપળી બાળકો રમતા,
વૃક્ષો પાછળ સંતાઈ જતા,
બોલો કેવી મજા આવતી !
પ્રકૃતિ પણ ખુશ થઈ જાતી,
કાશ ! માનવને આ સમજાતું,
વૃક્ષારોપણનું મહત્વ જણાતું,
ધરતી પણ કેવી પરેશાન,
વધુ ગરમી, ને માનવ પરેશાન...
