મહેકતી સ્મૃતિ
મહેકતી સ્મૃતિ
વર્ષોબાદ શાળાએથી પસાર થતાં..
એ જ મેદાન..એ જ વર્ગખંડો..અને
મારા ભેરુઓ આંખ સામે..!
કોઈ પાટલી પર કૂદાકૂદ..કોઈ મેદાનમાં દોડાદોડી..
વર્ગખંડમાં સાહેબની ફૂટપટ્ટી અને..
હું મારા મિત્રો..રિસેશમાં હસીમજાક નાસ્તો...!
પેલો બન્ટી.. ટીલો.. બટકો...માંજરો..
અચાનક ક્યાં ગયા..જિંદગીની દોડમાં સહુ ખોવાઈ ગયા..
બસ બાળપણ ખોવાયું એમ...!
અચાનક પાછળથી વ્હીકલનો જોરથી હોર્ન...
અને હું બસ એમ જ...મારા ભેરુઓને દૂર હડસેલતો..
એ જ સફર...એ જ કાળી દોડધામમાં...!
એ જ હાંફતી જિંદગીમાં..મહેકતાં ફૂલો મૂકીને..!