Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mital Khetani

Tragedy

3  

Mital Khetani

Tragedy

મેરિટલ રેપ

મેરિટલ રેપ

1 min
366

ગરિમાને દરરોજ એ ઠેસ કરે છે,

ના પરવા મારી એ લવલેશ કરે છે,

વ્યક્તિ છું, વસ્તુ નથી સમજે છે, છતાં,

પતિ છે, હક્ક માનીને પ્રવેશ કરે છે,

મારી ઈચ્છા, થાકની ક્યાં દરકાર એને,

એને જે કરવું હોય એ જ કરે છે,

હું પ્રેમ મેળવવાં પ્રવેશવા દઉં એને,

એ પ્રવેશવા માટે પ્રેમનો વેશ કરે છે,

હું પછી પડી રહું છું મશીનની જેમ,

વાસના ઠલવીને રહ્યુંસહ્યું એ શેષ કરે છે,

વિકૃતિઓ જોઈ, સાંભળી, કલ્પી ને,

મને અતિક્રમી પોતે પિશાચી ટેસ કરે છે,

મુંઢમારનો કેમ, કોણ, કેવી રીતે કરે ચિત્કાર,

લગભગ સ્ત્રીઓ આવો મેરીટલ રેપ સહે છે,

એ પિતા છે મુજ બાળકોનો, સમજું છું,

એથી જ હૈયું તન ને સહેવા ફોર્સ કરે છે,

તું જ્યારે ને ત્યારે શરીરને ભલે પામી લે,

દિલ તેટલું જ વધું તને ડાઈવોર્સ કરે છે.

Rate this content
Log in

More gujarati poem from Mital Khetani

Similar gujarati poem from Tragedy