મેળો
મેળો
હૈયે - હૈયું દળાય છે....હાલ.....હાલ..... હાલ....
મનખ મેળો ભરાય છે....હાલ.....હાલ.....હાલ....
ચકડોળે ચડ્યાં કે ચડ્યાં આકાશમાં....
ઈચ્છાના ગુબ્બારાં છોડ્યા કંઈ આશમાં.....
વા ' માલીપા વાય છે....હાલ.....હાલ.....હાલ....
હૈયે - હૈયું દળાય છે....હાલ.....હાલ.....હાલ....
કોઈ પકડે કરતાલ, કોઈ બેસુરાં તાલ....
કોઈ નમણીનાં ગાલ પરે ઢોળે છે વ્હાલ....
કોઈ છલછલ છલકાય છે....હાલ..... હાલ..... હાલ....
હૈયે - હૈયું દળાય છે....હાલ.....હાલ.....હાલ....
આભલાઓ પહેરી ગજગામિની જાય....
કાચના અરીસાઓ જાણે શરમાય.....
આખું મલ્લક મલકાય છે....હાલ.....હાલ.....હાલ....
મનખ મેળો ભરાય છે....હાલ.....હાલ.....હાલ....