STORYMIRROR

Khyati Thanki

Romance

4  

Khyati Thanki

Romance

મધ્યબિંદુ

મધ્યબિંદુ

1 min
281

પૂનમ અને અમાસ વચ્ચે ચંદ્ર તરબતર,

માનવીના હૈયામાં જન્મતો સૂર્ય બેખબર....


આગમન અને નિગમન વચ્ચે દ્વાર તરબતર,

વિચારોની સ્થિરતા ઝંખતી બુદ્ધિ બેખબર....


સવાર અને રાત વચ્ચે સાંજ તરબતર,

સાથીની રાહ જોતી નજર બેખબર....


જન્મ અને મૃત્યુ વચ્ચે જીવન તરબતર,

જીજીવિષામાં ડોકાતું પ્રતિબિંબ બેખબર....


મારા અને તારા વચ્ચે પ્રેમ તરબતર,

આપણા એક હોવાની થતી પ્રતિક્ષા બેખબર....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance