સ્નેહનું બંધન
સ્નેહનું બંધન
1 min
212
નાની ઝાંઝર અને સાથે પાપા પગલી,
સાથે શરૂ થઈ સફર મનગમતી,
નાનાં નાનાં દાખલા સાથે મોટી સમજણ,
હસતા હસતા ઉકેલ્યું જિંદગીનું ગણિત,
નીતિ અને પ્રામાણિકતા સાથે સંઘર્ષની પસંદગી,
અને તોયે સદાય ઝૂલતું આંખોમાં સ્મિત,
સંસ્કારો સ્નેહના સાથે છલોછલ હૃદય,
અને સાથે સાથે શિસ્ત અને અનુશાસન,
થયા ભલે મુક્ત સઘળા સંબંધોથી,
બંધાયેલા રહેશે સદા સ્નેહના બંધનથી.
