STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

માતૃભાષા ગુજરાતી

માતૃભાષા ગુજરાતી

1 min
519

'મા' શબ્દના પ્રથમોચ્ચારે,

પ્રગટી માતૃભાષા ગુજરાતી,

શૈશવે પયપાને રુંવેરુંવે હશે,

ભરી માતૃભાષા ગુજરાતી.


સરળ, સહજ, સાનુકૂળને સૌને,

સાધ્ય હોય જે ગુજરાતી, 

શબ્દ એકમાં અનેક અર્થ,

સમાવી માતૃભાષા ગુજરાતી,


છંદ, અલંકાર, સમાસ, સંધિ,

જેવાં ભૂષણોથી શોભનારી,

પ્રત્યેક ગુજરાતીને લાગતી,

પ્યારી માતૃભાષા ગુજરાતી.


ભાષાથકી નૈકટ્ય પમાતું,

હોય છોને પરદેશ વસનારાં,

એની હલક જાણે સૌથી ન્યારી,

માતૃભાષા ગુજરાતી,


શબ્દેશબ્દે સત્વ, સ્નેહ,

ને સત્ય પ્રકાશતું અનાયાસે કદી,

રખેને અંતરની ચેતના દેતી,

જગાવી માતૃભાષા ગુજરાતી,


ભલી હોય જે ભાવ નિરુપણે,

શકે હશે ઈશને પણ ગમતી,

સુખદુઃખમાં જે સાથને,

નિભાવતી માતૃભાષા ગુજરાતી,


ઈશ આવવું હોય મુજ દ્વારે,

આવકાર છે મારો અંતરનો,

શરત એટલી કે તારે,

બોલવાની માતૃભાષા ગુજરાતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational