માતા-પિતાના વંદન
માતા-પિતાના વંદન
જન્મ્યા ત્યારે માતાના ખોળામાં, હસતા રોતા હતા,
ભણવા બેઠા ત્યારે માએ આંગળી પકડી શાળા બતાવી,
ઘરે પહોચતા ત્યારે મા અમારી વાટ જોઈ બેસતી,
માતાપિતાને વંદન કરીએ. . .
પપ્પા આવે ત્યારે બધા ભોજન કરવા બેસતા,
ભણવામાં મુશ્કેલી પડે તો પપ્પા મદદ કરતા હતા,
પપ્પા ગુસે થાય ત્યારે માતા અમને બચાવતી હતી,
માતાપિતાને વંદન કરીએ...
હવે અમે મોટા થયા, હવે અમારો વારો,
માતા પિતાની સેવા કરીએ એમનું ઋણ ઉતારીએ,
માતા-પિતાને વંદન કરીએ...
