મારી પ્રેયસી
મારી પ્રેયસી
નામ તમારું હોય અને કવિતા મારી હોય...!
હાસ્ય તમારું હોય અને કારણ મારું હોય...!
દુઃખ તમારું હોય અને આંસુ મારા હોય...!
ઉદાસ તમે હોવ અને ચિંતામાં હું ડૂબેલો હોય...!
સુગંધ તમારી હોય અને અહેસાસ મારો હોય...!
પ્રેમ તમારો હોય અને ચાહત મારી હોય...!
વિશેષ શું લખું આ કવિતામાં તમને...!
મારો પ્રેમ મારી પ્રેયસી...!
તમે માનો કે ના માનો.. શરીર તો છે આ મારું...!
પણ એમાં પ્રેમ રૂપી આત્મા તમારો છે...!

