STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

માનવમાં માધવ

માનવમાં માધવ

1 min
161

પ્રત્યેકને માનવમાં માધવ દેખાય તો કેવું સારું,

જનેજનમાં જો જનાર્દન પરખાય તો કેવું સારું ! 


મંદિરવાસી દરેકના મન મંદિરમાં છે વસનારો, 

પ્રત્યેકમાં પરમેશ સદા ઓળખાય તો કેવું સારું !


છે એ સર્વવ્યાપી ઘટઘટમાં એ બિરાજનારો, 

માનવમાત્રમાં ઈશ્વર સમજાય તો કેવું સારું ! 


દીનહીન ટળવળે ચપટી ધાન પામવા સઘળે,

એનાં એ દુઃખને કદી દૂર કરાય તો કેવું સારું ! 


ચોક્કસ મળશે તને પરમેશ માનવ રુપ ધરીને, 

જો તારી દ્રષ્ટિ સાવ જાય બદલાય તો કેવું સારું ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational