Deepa Salunke

Tragedy Thriller

4.6  

Deepa Salunke

Tragedy Thriller

માણસ જીવે છે

માણસ જીવે છે

1 min
357


હૃદય થયાં પાષાણના, છતાંયે માણસ જીવે છે.

દર્દ નથી દિલમાં, ઠગારી આંખો એ ચૂવે છે.


જે હાથે ભૂલથી પણ કર્યું નહિ એકે પુણ્યકાર્ય,

હાથ જોડી દર્શને, રોજ મંદિરે તે આવે છે.


ગર્ભમાં દીકરી મારે, ને માઁ બાપ રાખે વૃદ્ધાશ્રમે,

સંતોની સાંભળી વાણી, મોક્ષના સ્વપ્ન તે જુવે છે !


પીવડાવી નહિ કદી, એક બુંદ તરસ્યા જીવને,

આંખ મીંચી સૂર્ય દેવતાને અર્ધ તે ચઢાવે છે.


સ્ત્રીની આબરૂના રક્ષણ કાજે, કોણ આગળ આવે?

અહીંસાની ઢાલ આગળ રાખી, મોજથી તે ફરે છે.


વેદના તો છે ઘણી, પણ ફરિયાદે કરવી કોને,

અહીં સ્વાર્થાંધ બની એકમેકનું લોહી તે પીવે છે.


દીપા, વ્યર્થ ન કર પ્રયત્ન માણસાઈ ને જગાડવાના,

રોટલો રળીને થાક્યો પાક્યો, નિરાંતે તે સુવે છે.


Rate this content
Log in

More gujarati poem from Deepa Salunke

Similar gujarati poem from Tragedy