માણસ જેવું લાગે
માણસ જેવું લાગે
ખૂબ વાવ્યાં આવળ-બાવળ,
કદીક ટહુકા વાવો તો માણસ જેવું લાગે.
વહેતાં મૂક્યાં કાયમ ખુલ્લાં નળ,
એકાદ પળ, વહો ઝરણાં સાથે ખળખળ, તો માણસ જેવું લાગે.
ઉછેર્યા સિમેન્ટ કોન્ક્રીટના વન,
જો જીવન બનાવવું હોય ઉપવન, એકાદ ફુલડું ઉભું રાખો, તો માણસ જેવું લાગે.
પાંજરાના સળેકડાં વચ્ચે થરથર ધ્રૂજે પારેવા,
કોઈ પડેલા તણખલાને મૂકી સજાવો માળો, તો માણસ જેવું લાગે.
સમજાવો છો બધાને સમજણ શું છે?
ક્યારેક એ પોતાને પણ સમજાવો તો માણસ જેવું લાગે.
