STORYMIRROR

કજલ

Inspirational

3  

કજલ

Inspirational

'મા'નો ખોળો

'મા'નો ખોળો

1 min
14.3K


યાદોમાં છે 'મા'નો ખોળો,
આંખો બોલે અશ્કો ખોળો.

બેઠો છું ઈશ્વરની ગોદે,
તો પણ એ લાગે છે મોળો.

સામે ઘરનું જૂનું આંગણ,
ઊડતી જ્યાં મમતાની છોળો.

આકાશે મંડારી નજરો,
ખોટી આશે સ્વપ્નો તોળો.

બોલાવે 'મા' આજે મુજને,
લો ચાલ્યો આજ 'કજલ' ભોળો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational