કલમ
કલમ
1 min
28.3K
ક્યાંક માથાની ફરેલી છે કલમ,
તોય દર્દોથી ભરેલી છે કલમ.
છંદ તોડીને ગઝલને હું લખું,
કાફિયા સાથે તરેલી છે કલમ.
બોલશે સૌ વાહ કલ્પન વાંચતા,
પણ રદીફેથી ખરેલી છે કલમ.
જે ત્રિભેટે સાથ છોડ્યો આપણે,
કાટખૂણે ત્યાં ધરેલી છે કલમ.
મેં હૃદય ખોયું હતું એ યાદ છે?
એ જ ધડકનને વરેલી છે કલમ.
