STORYMIRROR

કજલ

Others

3  

કજલ

Others

જીવન ઝરમર

જીવન ઝરમર

1 min
13.9K


હાથીભાઈને મણ મળશે,
કીડીબાઈને કણ મળશે.

આંગણમાં છે મીઠાં દાણા,
ચકલી બ્હેનાને ચણ મળશે.

કલબલ કરતી કાબર બોલી,
મુજને ખોવાયું જણ મળશે?

સસલું દોડે શ્વાસો હાંફે,
શોધે એ ક્યાંથી ગણ મળશે.

બેં બેં કરતી બકરી કાંપે,
તોયે ના એને સણ મળશે.

મીઠ્ઠું મીઠ્ઠું પોપટ બોલે,
મરચાંની સાથે બણ મળશે

ગોપાલકની રાહે બેઠો,
સાંજે ગાયોનું ધણ મળશે.

ભર ચોમાસે છપ્પર તૂટે,
આંખે ભીનાશી ઝણ મળશે.

સંગાથો સંગીના ખોયા,
તો એકલતાનું રણ મળશે.

ઈશ્વર પણ જો હારી બેઠો,
ન 'કજલ'ને જીવન ક્ષણ મળશે.


Rate this content
Log in