STORYMIRROR

કજલ

Others

2  

કજલ

Others

દીકરી ચાલી

દીકરી ચાલી

1 min
14.7K


છોડ્યું ફળિયું, રમીને ઘર-ઘર, દીકરી ચાલી.

સખીનું આણું, પાંચીકાનું પટોળું, દીકરી ચાલી.

 

મામો મુછાળો, ભરી બેઠો મોસાળું, દીકરી ચાલી.

માણેકસ્તંભ, રોપીને આંગણીયે, દીકરી ચાલી.

 

હાથે મીંઢળ ને તને પાનેતર, દીકરી ચાલી.

આંતરપટ, કેવો રૂડો છે વર, દીકરી ચાલી.

 

ભૈયા હિબકે, જવતલ ખડકે, દીકરી ચાલી.

દોડપકડની યાદે ચોરી ફેરાં, દીકરી ચાલી.

 

નાની બેનીના, અશ્રુનું માં માટલું, દીકરી ચાલી.

ગાડાના પૈડે, વધેરી સંભારણા, દીકરી ચાલી.

 

છાતી એ ડૂમો, 'માં' એકાંત વલોવે, દીકરી ચાલી.

લઈ ને મ્હેક, 'માં' તારા ધાવણની, દીકરી ચાલી.

 

બાપની સંગે, પા પા પગલી પાડી, દીકરી ચાલી.

બાપના દિલે થાપા, હથેળી છોલી, દીકરી ચાલી.

 

કજલ કાંધે, અર્થી મૂકી ડોલીની, દીકરી ચાલી.

ચુક્યો કજલ, પુણ્ય કન્યાદાનનું, દીકરી ચાલી.

 

આશિષ દેતો, કજલ ઉભો આભે ને સૃષ્ટિ ખાલી.                 

આજ કજલ, તારી દીકરી ચાલી, દીકરી ચાલી.


Rate this content
Log in