નહીં લખું
નહીં લખું
1 min
26.8K
હવે કદી ગઝલ નહીં લખું,
હળી મળી હઝલ નહીં લખું.
મળી ન એ સડક ફરી મને,
પછી કશી મઝલ નહીં લખું.
અશ્ક વહે ઘણા નદી બની,
નયન તને સજલ નહીં લખું.
નભે ચડી બની ગયો પ્રભુ,
હૃદય તણું ફજલ નહીં લખું,
કલમ નમી અને પડી રડી,
કશે હવે 'કજલ' નહીં લખું.
