STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational

3  

VARSHA PRAJAPATI

Inspirational

લોકડાઉન

લોકડાઉન

1 min
11.7K

સાહેબ આ લોકડાઉને તો ભારે કરી,

યુ ટ્યુબ પર વાનગીઓની લહાણી કરી.


એક વાનગી શીખું ત્યાં તો બીજી આવે,

આઠે પહોર ઘરમાં જાણે ઉજાણી કરી.


બાળકોની સહનશક્તિની દાદ દેવી પડે,

સ્ટેટ્સમાં ફોટો મૂકવાની વ્યવસ્થા કરી.


મીઠાઈને ફરસાણ સુધી તો ઠીક સાહેબ,

મુખવાસ બનાવવામાં પણ ક્યાં કમી કરી.


ધન્યવાદ માનો ઘરની અન્નપૂર્ણા દેવીનો,

જેણે કરકસર સાથે મિજબાની કરી.

 

સાચવવામાં જેને એ ખુદને ભૂલી ગઈ,

પરિવારમાં કોઈએ એની કદર ના કરી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational