લો વારતા શરૂ થઈ
લો વારતા શરૂ થઈ

1 min

463
લો વારતા શરૂ થઈ,
જન્મપત્રિકા લખાઈને સફર શરૂ થઈ,
લો વારતા શરૂ થઈ.
નક્શા ને માર્ગ રૂપરેખા આધાર લઈ,
જાણે ના જીવ, હસ્તરેખા દોરાઈ ગઈ,
લો વારતા શરૂ થઈ.
જન્મતાની સાથ મથામણમાં અટવાઈને,
આડબીડ રસ્તે વિમાસે આ વાટ કઈ ?
ધારી લે જંગલમાં મારાથી પહેલ થઈ,
મારાથી આજે આ વારતા શરૂ થઈ.
ચાલ્યે જાય આગળ જન્માક્ષર રેખ પર,
શક્ય છે, લખેલું એ ફેરવે નિર્ધાર લઈ,
શક્તિ, પરિસ્થિતિ, આવે બદલાવ લઈ,
પૌરુષત્વ લખે નવી વાર્તા વળાંક લઈ.
હસ્તમાં લખેલ તેજ મુખ્ય માર્ગ જન્મથી,
રોજ નવાં રસ્તા, નવ પ્રકરણની ભાળ લઈ,
જાણી ને અવગણી પણ, મૃત્યુની વાત થઈ,
ગ્રંથ થયો બંધ, લો વારતા પૂરી થઈ.
અનન્ય તેની લાગણી ને સ્નેહની સુવાસથી,
દિલોમાં અકળ, અક્ષર, વાર્તા લખાઈ ગઈ.