લીલેરી સાડી
લીલેરી સાડી
ખેતર ખેડી તનમન રેડી,
ખેડૂત કરતા કામ અપાર.
સૂરજ ઉગતા નીકળી પડી,
સહુ બળદગાડાની કતાર.
વાવણી કરવા ચાસ પાડી,
ધરતીમાં બીજની રોપી હાર.
જગતના તાતની લીલી વાડી,
બંજર ધરાએ કરે પુકાર..
ખરેખરી માટીમાં રક્ત રેડી,
લીલેરી સાડી ઓઢાડી સાકાર.
