STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

લાભપંચમી

લાભપંચમી

1 min
270

ઉજવીએ લાભપંચમી સદવિચાર અપનાવીને.

ઉજવીએ લાભપંચમી સદાચાર જીવને લાવીને.


સ્નેહ, સત્ય, સહકાર સંપને સાનુકૂળતા સાધીને,

ઉજવીએ લાભપંચમી સંતોષ સદાય છલકાવીને. 


આદર, અનુકૂલન, ઔદાર્ય, અહિંસાને આચરીને,

ઉજવીએ લાભપંચમી લોભ લાલચને ભૂલાવીને. 


સંતોષ, શૌર્ય, સ્વાવલંબન, સુવિચારને સન્માનીને, 

ઉજવીએ લાભપંચમી સંયમ જીવનમાં પ્રગટાવીને.


વિવેક, વાણી, વર્તન, વિહાર, વ્યવહારમાં વાવીને,

ઉજવીએ લાભપંચમી પ્રેમ પરસ્પર પ્રસરાવીને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational